રેલવેના વિસ્તાર માટે કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો
Live TV
-
લવેની સ્પીડ વધારવા માટે મોટા નિર્ણયો લેવાયા, 11,661 કરોડના ખર્ચે 6 પ્રોજેક્ટ દ્વારા 881 કિલોમીટરની રેલવે લાઈનનું કામ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી...જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે...રેલવેની સ્પીડ વધારવા માટે મોટા નિર્ણયો લેવાયા, 11,661 કરોડના ખર્ચે 6 પ્રોજેક્ટ દ્વારા 881 કિલોમીટરની રેલવે લાઈનનું કામ થશે..બુંદેલખંડની સાથે ઓડિસાના નક્સલ પ્રભાવિત વિસ્તારો પર ભાર આપવામાં આવશે..આ પ્રોજેક્ટના કારણે કુલ 2 કરોડ 11 લાખ નવી રોજગારી પેદા કરવાનો અવસર પ્રાપ્ત થશે..બુંદેલખંડથી લઈને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રેલવેનો વિસ્તાર કરવો અને ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ગ્રામિણ વિસ્તારોમાં રેલવેનું નેટવર્ક વધારી લોકોને રાહત આપવાનુ કાર્ય સામેલ છે..નક્સલપ્રભાવિત મલકાનગિરી અને કોરાપુટ જિલ્લામાં આ યોજનાથી ન માત્ર માળખાગત વિકાસ થશે પરંતુ નક્સવાદ પર લગામ લગાવવામાં પણ મદદ મળશે..બિહારના મુઝફ્ફરપુર-સગૌલી તેમજ સગૌલી-વાલ્મિકી નગર રેલવે લાઈનનું વિદ્યુતિકરણ કરાશે..100.6 કિલોમીટર અને 109.7 કિલોમીટરની આ બન્ને પરિયોજનાઓ પર 2729.1 કરોડનો ખર્ચ થશે..જેનાથી ટ્રેનોને ગતિ મળશે ..કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે...અને ઈંધણની આયાત પર નિર્ભરતા ઓછી થશે..