બેંકોમાં વેચવાલીથી સેન્સેક્સ 236 પોઈન્ટ ગબડ્યો
Live TV
-
શરૂઆતી ઉછાળા બાદ સેન્સેક્સમાં વેચવાલી આવતા બજાર ગગળ્યું
શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે વધુ ગબડ્યું હતું. પંજાબ નેશનલ બેંકના રુપિયા 11,400 કરોડના મહાકૌભાંડની અસર આજે પણ જોવા મળી હતી. શેરોની જાતે-જાતમાં દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી. બેંકિંગ સેકટરના શેરોની આગેવાની હેઠળ તમામ સેકટરના શેરોના ભાવ ગબડ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત હતા, પણ બપોરે યુરોપિન સ્ટોક માર્કેટ માઈનસ ખુલ્યા હતા. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 236.10 ગબડી 33,774.66 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 73.90 તૂટી 10,378.40 બંધ થયો હતો.