ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના ધોરણો હળવા કરતી સેબી
Live TV
-
હવે કસ્ટોડિયનને બદલે ડ્યુડિલિજન્સની આવશ્કતા હળવી બનાવવામાં આવી છે.
ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) માટેના ધારાધોરણોને સેબીએ હળવા બનાવતા, હવે કસ્ટોડિયનને બદલે ડ્યુડિલિજન્સની આવશ્કતા હળવી બનાવવામાં આવી છે. શુક્રવારે કરવામાં આવેલી જાહેરાતમાં સ્થાનિક કસ્ટોડિયનમાં ફેરફાર કરવા માટે પૂર્વ મંજૂરી લેવાની જરૂરિયાતને પડતી મૂકવામાં આવી છે.બજાર નિયામકે યોગ્ય નિયમન ધરાવતી પ્રાઇવેટ બૅન્ક અને મર્ચન્ટ બૅન્કોને તેમના ગ્રાહકો વતી રોકાણ કરવાની છૂટ આપવાનું નક્કી કર્યું છે. જોકે આવી છૂટ માટે બૅન્કો તેમના રોકાણકારો સાથે ગુપ્ત વ્યવસ્થા ધરાવતી ન હોવી જોઈએ અને ગુપ્તતા સંબંધિત કાયદાઓ બૅન્કોના કાર્યક્ષેત્રને લાગુ પડતા ન હોવા જોઈએ