બેંક કૌભાંડ મામલે પીએનબીની મુંબઈ ખાતેની બ્રેડી રોડ શાખાને કેન્દ્રિય તપાસ એજન્સી દ્વારા કરાઈ સીલ
Live TV
-
પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં પીએનબીની મુંબઈ ખાતેની બ્રેડી રોડ શાખાને કેન્દ્રિય તપાસ એજન્સી દ્વારા સીલ કરવામાં આવી છે. આ શાખામાંથી જ સમગ્ર કૌભાંડનો આરંભ થયો હતો.
પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં પીએનબીની મુંબઈ ખાતેની બ્રેડી રોડ શાખાને કેન્દ્રિય તપાસ એજન્સી દ્વારા સીલ કરવામાં આવી છે. આ શાખામાંથી જ સમગ્ર કૌભાંડનો આરંભ થયો હતો. ઈડી અને સીબીઆઈએ, નીરવ મોદી અને ગીતાંજલિ જ્વેલર્સના 73 સ્થળો પર દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં 5,700 કરોડના ઝવેરાત જપ્ત કરવામાં આવ્યાં છે. જેમાં વડોદરા અને અમદાવાદ ખાતે પણ તપાસ કરવામાં આવી છે. અમદાવાદના નક્ષત્ર શોરૂમ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓએ આ ઉપરાંત વડોદરાના શોપર્સ સ્ટોપ ખાતેની ગિલગોલ્ડના આઉટલેટ પર ઇડીએ તપાસ હાથ ધરી હતી. ઉચ્ચ સુત્રો મુજબ, જ્યાં સુધી રૂપિયા 11,400 કરોડના ઘરેણા જપ્ત નહી થાય, ત્યાં સુધી દરોડાની કાર્યવાહી સતત ચાલુ રહેશે. સરકાર નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે સંકળાયેલા તમામ લોકોના ભારતમાંના વેપારની કમર તોડવા પ્રતિબદ્ધ છે.