પીએનબી બેંક કોંભાડના મામલે વ્યાપક દરોડા, નીરવ મોદીની સંસ્થામાં કામ કરતા 800 કર્મચારીઓ બેરોજગાર
Live TV
-
સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૧,૪૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિડી કોંભાડના મામલે વ્યાપક દરોડાનો દોર જારી રહ્યો છે.
સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૧,૪૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિડી કોંભાડના મામલે વ્યાપક દરોડાનો દોર જારી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઇ અને આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક તપાસ કરવામા આવી રહી છે. આ સાથે કેટલીક નવી વિગતો સપાટી પર આવી રહી છે. ઇડી દ્વારા નીરવ મોદીની વૈભવી અને મોંઘીદાટ નવ કારને જપ્ત કરવામાં આવે છે. તો કેટલાક કરોડોના શેર્સ પણ જપ્ત કરી દેવાયાં છે.
મુંબઇ અને સુરત આઇટીએ નીરવ મોદીની સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ફાયર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રા.લી., ફાઇવ સ્ટાર, સ્ટેલર ડાયમંડ અને સોલાર એક્સપોર્ટની યુનિટો સીઝ કરી હતી. જેથી ફાયર સ્ટાર ડાયમંડમાં કામ કરતા 800 કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા છે. રોજગારીના પ્રશ્નને લઈને કર્મચારીઓસેઝ ખાતે અકઠાં થયા હતા. તેમણે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.