પીએનબી કૌભાંડમાં સીબીઆઇએ શરૂ કર્યો ધરપકડનો દોર
Live TV
-
દેશભરમાં ચર્ચા જગાવનારા પીએનબી કૌભાંડમાં ધરપકડનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં નિરવ મોદી અને મેહુલ ચોકસી સાથે સંકળાયેલા કેટલાક લોકોની સીબીઆઇએ ધરપકડ કરી છે.
દેશભરમાં ચર્ચા જગાવનારા પીએનબી કૌભાંડમાં ધરપકડનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં નિરવ મોદી અને મેહુલ ચોકસી સાથે સંકળાયેલા કેટલાક લોકોની સીબીઆઇએ ધરપકડ કરી છે. આવકવેરા વિભાગે નિરવ મોદીને નોટીસ ફટકારીને ૨૭ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યો છે. કાળાનાણા વિરૂધ્ધના કાયદાની જોગવાઇ અનુસાર નિરવ મોદીને આવકવેરા વિભાગે નોટીસ ફટકારી છે. બીજીતરફ આવકવેરા વિભાગે પીએનબી કૌભાંડ મામલે દરોડાનો દોર યથાવત રાખ્યો હતો. સુરતના મહિધરપુરામાં આવેલી એક કન્સલ્ટીંગ ફર્મ ઉપર દરોડા પાડ્યા હતાં.
પંજાબ નેશનલ બેન્કના રૂ.11,400 કરોડના ફ્રોડ કેસમાં તપાસ એજન્સી સીબીઆઇએ નીરવ મોદીની કંપનીના ફાઇનાન્સ ઓફિસર વિપુલ અંબાણીની ધરપકડ કરી છે. તેઓ છેલ્લા 4 વર્ષથી હીરા કારોબારી નીરવ મોદીની કંપની ફાયર સ્ટારમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર (સીએફઓ) તરીકે કાર્યરત છે. બીજી બાજુ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પીએનબી ફ્રોડ કેસના અનુસંધાનમાં કોંગ્રેસ લીડર અભિષેક મનુ સિંઘવીની પત્ની અનિતા સિંઘવીને નોટિસ મોકલી છે. તેમના પર પીએનબી ફ્રોડના મુખ્ય આરોપી નીરવ મોદીને ખોટી રીતે ફાયદો કરાવવાનો આરોપ છે. આ નોટિસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જોધપુર પરિક્ષેત્રે મોકલી છે. તેમાં અનિતા સિંઘવી અને નીરવ મોદી વચ્ચે આર્થિક લેણદેણના આરોપોનો જવાબ માગવામાં આવ્યો છે. અનિતા સિંઘવી પાસે નીરવ મોદી પાસેથી આશરે 6 કરોડ રૂપિયાના ઝવેરાત ખરીદવા અને તેમાં રૂ.4.8 કરોડની કેશ ચુકવણી અંગે જવાબ માગવામાં આવ્યો છે. નોટિસ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 131 હેઠળ મોકલવામાં આવી છે આ કેસમાં વિપુલ અંબાણી ઉપરાંત ફાયર સ્ટાર ગ્રુપના સીનિયર એક્ઝિક્યુટિવ અર્જુન પાટિલ, ગીતાંજલિના મેનેજર નિતેન શાહી અને નક્ષત્ર ગ્રુપના સીએફઓ કપિલ ખંડેલવાલની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કેસના સંદર્ભમાં સીબીઆઇએ પીએનબીના 10 અધિકારીઓ સાથે પૂછપરછ કરી છે. બીજીતરફ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પણ એક પ્રેસનોટ પ્રસિધ્ધ કરીને ગીતાંજલી જ્વેલર્સના નામે અમદાવાદમાં છેતરિપંડી આચરવાની અગાઉ થયેલી ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આવી સ્કિમોમાં રોકાણ કરીને તેની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.ડી. જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે. વિગતો મુજબ
અમદાવાદ શહેર શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ “ગીતાંજલી ઝેવેર્લ્સ” સેટેલાઇટ અમદાવાદ નામનાં ઝેવેર્લ્સ નાએ જુલાઇ ૨૦૧૪ માં ડાયમંડ સેવિંગ સ્કીમ તથા ગોલ્ડ સેવિગ સ્કીમ નામથી લોભામણી સ્કીમ મુકી જનતા સાથે છેતરપીડી કરેલ છે. જે અંગે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરીયાદીએ ફરીયાદ આપી હતી અને તેની તપાસ થઇ રહી છે.