CBIએ રોટોમેક ગૃપના માલિક વિક્રમ કોઠારીની ગઈકાલે પુછપરછ કરી
Live TV
-
CBIએ ,રોટોમેક ગૃપના માલિક વિક્રમ કોઠારીની ગઈકાલે પુછપરછ કરી છે. રોટોમેક ગૃપ અને તેના પ્રમોટર્સ ઉપર CBI અને ઈડીએ તપાસ શરૂ કર્યા બાદ ,આવકવેરા વિભાગે કામગીરી શરૂ કરી છે. CBIએ કાનપુરમાં કોઠારી પરિવાર સંબંધીત ,તપાસ શરૂ કરી છે. બેંક લોકરો ખોલી દસ્તાવેજ કબજે લઈ કામગીરી આગળ વધારી છે. દરમિયાન વિક્રમ કોઠારીના એક પેઢીએ જામનગરની બેંકમાંથી લોન લીધા બાદ, પરત ન ચુકવી હોવાનો ,ધડાકો થયો છે. જામનગર પરેડ GIDCમાં આવેલી વેસ્ટ કોસ્ટ એક્સ્પુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીએ ,દેના બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરતાં ,અમદાવાદ રીજનલ બ્રાન્ચ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ છેતરપિંડીની અરજી કરાઈ હતી. આ અંગે આગળની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આગામી દિવસોમાં જામનગર બેંક ફ્રોડ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.