PNB છેતરપિંડીના કૌભાંડ મામલે CBI ને મોટી સફળતા
Live TV
-
પંજાબ નેશનલ બેંક સાથેની છેતરપિંડીના કૌભાંડમાં ,CBIને મોટી સફળતા હાથ લાગી છે. CBIએ PNBમાં રૂપિયા 11 હજાર 384 કરોડના કૌભાંડ સંદર્ભે ,મુખ્ય આરોપી નિરવ મોદીની કંપનીના ,વરિષ્ઠ અધિકારી ,વિપુલ અંબાણી સહિત ,ચારની ધરપકડ કરી છે. અંબાણીની સાથે પકડાયેલા અન્ય વ્યક્તિઓમાં કાર્યપાલક, સહાયક કવિતા માનક્કર, વરિષ્ઠ અધિકારી અર્જૂન પાટિલ, નક્ષત્ર અને ગીતાંજલિ જૂથના CFO કપિલ ખાંડેવાલ અને ગીતાંજલિ જૂથના મેનેજર, નિતેન શાહીનો સમાવેશ થાય છે. કૌભાંડના પગલે નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગેની અરજી પર ,આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે પણ ગીતાંજલિના માલિક ,મેહૂલ ચોક્સી સામેના કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ મુંબઈની વિશેષ CBI અદાલતે PNBના ત્રણ અધિકારીને ,ત્રીજી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. દરમિયાનમાં અમદાવાદ ખાતે જુલાઈ 2014માં ગીતાંજલિ દ્વારા લોભામણી યોજનાઓ મારફતે કરાયેલી છેતરપિંડી અંગે શહેર ક્રાઈમ બ્રાંચે ,અખબારી યાદી બહાર પાડી છે, જેમાં આ છેતરપિંડીનો ભોગ બનેલાઓએ, ત્રણ દિવસમાં ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરવા તાકીદ કરાઈ છે.