કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બેંકના NPA ઉપર ચિંતા વ્યક્ત કરી
Live TV
-
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બેંકના NPA ઉપર ચિંતા વ્યક્ત કરી, બેંકના ઓડિટર્સ ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, બેંકીંગ સીસ્ટમમાં લોન આપનાર અને લોન લેનાર વચ્ચે, વિશ્વાસ ઉપર સંબંધ ટક્યો છે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે, જે લોકો લોન લઈને ફરાર થાય છે. તેમણે હર હાલમાં પકડવામાં આવે, જેથી દેશની જનતા છેતરાયા હોવાનું ન અનુભવે. જેટલીએ સ્પષ્ટ કર્યું કે, બેંકીંગ સીસ્ટમને દગો આપનાર આરોપીઓને છોડવામાં નહીં આવે. તેઓ ગમે ત્યાં છુપાયા હોય તેને શોધી કાયદાના હવાલે કરાશે. તેમણે સંબંધીત તપાસ એજન્સીઓને કહ્યું કે, તેઓ બેંકીંગ સીસ્ટમની જરૂરિયાતની સમીક્ષા કરે અને તે આધારે એક એવી વ્યવસ્થા સ્થાપીત કરે જેનાથી નાણાકીય અનિયમીતતા શરૂઆતમાં જ પકડાઈ જાય અને તેને વધતી અટકાવી શકાય.