કાર્તિ ચિદમ્બરમને પાંચ દિવસ CBI કસ્ટડીમાં
Live TV
-
મીડિયા સમૂહમાં વિદેશી રોકાણને મંજૂરી અપાવવા લાંચ લેવામાં આક્ષેપનો સામનો કરી રહેલા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને પાંચ દિવસ CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
મીડિયા સમૂહમાં વિદેશી રોકાણને મંજૂરી અપાવવા લાંચ લેવામાં આક્ષેપનો સામનો કરી રહેલા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને પાંચ દિવસ CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કાર્તિ છ માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે. CBIએ ગુરૂવારે કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં સુનાવણી વખતે CBIએ કાર્તિને જામીન આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે CBIની રજૂઆત સાથે સહમત થતાં કાર્તિની કસ્ટડીની મુદ્દત વધારી દીધી હતી. આ પહેલાં કાર્તિને CBIને એક દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. કાર્તિ ચિદમ્બરમ બુધવારે લંડનથી પાછા ફરતાં CBIએ ચેન્નાઈથી તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.