INX મીડિયા મામલો : અદાલતે પીટર મુખર્જી 13 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
Live TV
-
આઈએનએક્સ મીડિયા મામલે પટિયાલા હાઉસ કોર્ટે પીટર મુખર્જીને ફટકો આપતા 13 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
પીટર મુખર્જી પહેલાથી જ પોતાની દીકરીના હત્યાના આરોપસર જેલમાં બંધ છે. જોકે આઈએનએક્સ મામલે તેમની સંડોવણી સામે આવી હતી. પીટર મુખર્જીની વધુ પૂછપરછ માટે તપાસ એજન્સીઓએ પીટર મુખર્જીની કસ્ટડી માંગી હતી.
તપાસ એજન્સીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે, કાર્તિ ચિદંબરમ સાથે આમને-સામને બેસાડી તેમની પૂછપરછ કરી શકાય તે માટે પીટર મુખર્જીની કસ્ટડીની માંગ કરી હતી. તપાસ એજન્સીની માંગ બાદ હવે આ સમગ્ર મામલે નવા ખુસાસા થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.