કર્ણાટક સરકાર ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત : અમિત શાહ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહએ મૈસુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કર્ણાટક સરકાર પર નિશાન સાધતા સિદ્ધારમૈયાને આડે હાથ લેતા કહ્યું કે, જો કૉંગ્રેસની સરકાર ફરી આવશે તો કર્ણાટકમાં ભ્રષ્ટાચારની સુનામી આવશે.
કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર તેજ થયો છે. તમામ રાજકીય પક્ષ દ્વારા મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે, ત્યારે ભાજપને પણ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિધાનસભાની ચૂંટણીને લઇને જાગૃતિ યાત્રામાં પણ ભાગ લીધો હતો.