ભારત અને કેનેડા વચ્ચે પ્રતિનિધી મંડળ સ્તરની બેઠક, બન્ને દેશો વચ્ચે 6 કરાર
Live TV
-
ભારતના પ્રવાસે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોનું રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગાર્ડઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ભારતના પ્રવાસે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગાર્ડઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો રાજઘાટ ગયા હતા. જ્યાં રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીની સમાધી ઉપર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. અહીં તેમને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા. હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને કેનેડા વચ્ચે પ્રતિનિધી મંડળ સ્તરની વિપક્ષીય બેઠક શરૂ થઇ છે. હૈદરાબાદ હાઉસ ખાતે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમજ રાષ્ટ્રિય સલામતી સલાહકાર ડોભાલ પણ જોડાયા છે. આ બેઠક બાદ બન્ને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રે હસ્તાક્ષર થઇ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો અને તેના પરિવાર અંગે ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, મને આશા છે કે પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો અને તેમના પરિવારનો પ્રવાસ સુખદ રહ્યો હશે.બંને નેતાઓ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી થયેલી દ્વિપક્ષીય વાતચીતમાં સ્પોર્ટસ, શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઉર્જા, પેટ્રોલિયમ , આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડાઇ સહિત, અલગ-અલગ ક્ષેત્રોમાં છ સમજૂતી કરાર થયા હતા