Skip to main content
Settings Settings for Dark

ફી મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ બગડવું જોઈએ નહીં : શિક્ષણમંત્રી

Live TV

X
  • ફી ન ભરવાને કારણે પરીક્ષાની હોલ ટીકીટ રોકવાની ધમકી આપે છે તે, તે બાબત સંપૂર્ણ ગેર વ્યાજબી

    ફી નિયમનના કાયદાનું ઉલ્લંઘન કરતા શાળા સંચાલકો સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. મનમાની કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને હેરાન કરતા શાળા સંચાલકોને શિક્ષણમંત્રીએ કડક શબ્દોમાં સૂચના આપી વિદ્યાર્થીઓને હેરાન ન કરવા જણાવ્યું છે. આગામી 12મી માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે, ત્યારે કેટલીક શાળાઓએ ફી મામલે વિદ્યાર્થીઓને હૉલ ટિકિટ ન આપવા માટે આનાકાની કરે છે જે નહીં ચલાવી લેવાય. બોર્ડની પરિક્ષાનું વાલી અને બાળકો પર કોઈ પણ પ્રકાનું ભારણ ન આવે તેનું સરકાર ધ્યાન રાખશે. આવા સંજોગોમાં શાળા સંચાલકોની વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરશે તો તેમની સામે આકરા પગલાં લેવાશે.

    ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને આવકારું છું. મનમાની ચલાવતી શાળાઓ સામે પગલા લેવામાં આવશે. ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. બન્ને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે. કાયદાનો અમલ 2017-2018થી જ કરવો પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply