PNB કૌભાંડ : વિપુલ અંબાણી 5 માર્ચ સુધી CBI કસ્ટડીમાં
Live TV
-
પીએનબી કૌભાંડ મામલે તપાસ એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, બેંકમાં થયેલા કૌભાંડ મામલે વધુ પાંચ લોકોને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડ આચરવા મામલે મુંબઇની એક વિશેષ અદાલતે નીરવ મોદીની કંપનીના વરિષ્ઠ અધિકારી વિપુલ અંબાણી સહિત પાંચ અન્ય લોકોને 5 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તો બીજી બાજુ નીરવ મોદી વિરૂદ્ધ ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરતા પૂછપરછ માટે નોટિસ ફટકારી છે.
પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે બુધવારે નીરવ મોદી વિરૂદ્ધ ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરતા તેમની પૂછપરછ કરી નોટિસ ફટકારી હતી. ઇન્કમ ટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ નીરલ મોદીની પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. બ્લેક મની એક્ટ અંતર્ગત ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ ફટાકારી છે. તો બીજી બાજુ તપાસ એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરી દેવાયું છે. ઇન્કમ ટેક્સ વિભાગે નીરવ મોદીના બેંક ખાતા સહિત 45 કરોડ રૂપિયાના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક