નાગાલેન્ડના લોકોએ હંમેશાં ભારતનું સન્માન વધાર્યું : પીએમ
Live TV
-
પૂર્વોત્તર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રચાર તેજ, PM મોદીની નાગાલેન્ડમાં ચૂંટણી સભા
નૉર્થ ઈસ્ટમાં ચૂંટણી પ્રચાર તેજ થયો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના તુએનસાંગમાં રેલીને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાગાલેન્ડના લોકોએ હંમેશાં ભારતનું સન્માન વધાર્યું છે. ન્યૂ ઇન્ડિયા સાથે ન્યૂ નાગાલેન્ડનું સપનું પણ સાકાર થશે. નાગાલેન્ડમાં મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે.
સમાજના ભાગલા પાડી વૉટ બેંકની રાજનીતિ કરનારાઓ પર પીએમ મોદી ખૂબ વરસ્યા. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, નાગા મુદ્દે સમાધાન કરવા માટે સરકાર સંબંધિત પક્ષ સાથે વાતચીત કરવા કટિબદ્ધ છે.
મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે, જ્યારે પરિણામ 3 માર્ચના રોજ આવશે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા મતદારોની વચ્ચે જવાના કોઈ પણ મોકાને ચૂકવા માંગતી નથી. મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારકાર્યમાં જોડાઈ ગઈ છે. શિલોંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે એક રોડ શો યોજ્યો હતો.