નીરવ મોદીની કંપનીઓના બે કર્મચારીઓ અને એક ઑડિટરની ધરપકડ
Live TV
-
મેહુલ ચોકસીના ગીતાંજલી જવેલર્સ ગૃપની કંપનીના એક નિર્દેશકની પણ ધરપકડ કરાઇ.
સીબીઆઇએ પીએનબી કોભાંડ મામલે ગઇ કાલે નીરવ મોદીની કંપનીઓના બે કર્મચારીઓ અને એક ઑડિટરની ધરપકડ કરી હતી. જયારે મેહુલ ચોકસીના ગીતાંજલી જવેલર્સ ગૃપની કંપનીના એક નિર્દેશકની પણ ધરપકડ કરી હતી.
અધિકારીઓની મળતી માહિતી અનુસાર નીરવ મોદીની કંપની ફાઇવ સ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડના એજીએમ મનીષ બોસમિયા, હાલના નાણાકીય મેનેજર મિતેશ અનિલ પંડયાએ પંજાબ નેશનલ બેંકને ખોટા પુરાવાઓ આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે મેહુલ ચૌકસી અને નીરવ મોદીના ખોટા દાવાઓના આધાર પર ભારતીય બેંકોની વિદેશી શાખાઓના પક્ષમાં અંદાજે 12000 કરોડ રૂપિયાના એલઓયુ અને એફએલસી આપી દેવામાં આવ્યા છે.