શોપિયામાં આતંકીઓને જડબાતોડ જવાબ, 2 આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કશ્મીરના શોપિયાં વિસ્તારમાં આવેલી સૈન્યની ચોકી પર આતંકવાદીઓ દ્રારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૈન્યએ તેનો વળતો જવાબ આપતા બે આતંકવાદીઓને ઠાર કર્યો હતો. જેમાં ત્રણ નાગરીકોના પણ મૃત્યુ થયા હતા.
જમ્મુ-કશ્મીરના શોપિયાંમા આવેલી ભારતીય સૈન્યની મોબાઇલ ચોકી પર ગઇ કાલે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ વખતે ભારતીય સૈન્યના જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. જેમાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેના ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર કર્યો હતો. તેમજ આ ગોળીબારમાં ત્રણ નાગરીકોના મૃત્યુ થયા હતા. ઠાર કરવામાં આવેલા આતંકવાદી પાસેથી એકે-47 અને હેન્ડ-બોમ્બ મળી આવ્યા હતા.