પૂર્વોત્તરની જનતાએ આપેલા જનાદેશને હું આવકારૂ છું : રાહુલ ગાંધી
Live TV
-
પૂર્વોત્તરમાં યોજાયેલી ચૂંટણી બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરે છે કૉંગ્રેસ પાર્ટી
પૂર્વોત્તરમાં ભાજપની ભવ્ય જીત બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હાર સ્વીકારી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પૂર્વોત્તરના મતદારોએ આપેલા જનાદેશને આવકાર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જનતાનો ફરીથી વિશ્વાસ જીતવાની પ્રતિબદ્ધતા દાખવી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, "કૉંગ્રેસ પાર્ટી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરે છે. અમે ઉત્તરોત્તર કૉંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને લોકોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે પ્રતિબદ્ધ છીએ.કૉંગ્રેસ પાર્ટી માટે કામ કરનાર પ્રત્યેક કાર્યકર્તાઓનો હું આભાર વ્યક્ત કરું છું."
ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી છે, જ્યારે કૉંગ્રેસ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપતા હાર સ્વીકારી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક