કશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ
Live TV
-
અલદતાવાદી નેતા યાસીન મલિકે આજે કશ્મીર બંધનુ કર્યુ હતુ એલાન.
લશ્કર દ્વારા કથિત ગોળીબારમાં ત્રણ નાગરિકોની હત્યાના મુદ્દે શ્રીનગરમાં વિરોધ ચળવળનું નેતૃત્વ કરનારા અલગતાવાદી નેતા યાસીન મલિકની પોલીસે ધરપકડ કરી હતી. સેપરેટિસ્ટ્સના સલામતી દળો દ્વારા ત્રણ નાગરિકોની હત્યાના મામલે આજે કશ્મીરમાં બંધ પાળવામાં આવ્યુ છે. શોપિયાં જિલ્લામાં ત્રાસવાદીઓ અને લશ્કરી દળો વચ્ચેના ગોળીબારમાં નાગરિકોના મૃત્યુ થયા હતા.
કશ્મીરની રાજધાની શ્રીનગરમાં સલામતી વધારી દેવામાં આવી છે. અયોગ્ય ઘટનાઓ ઘટે નહી તે માટે કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
નવી દિલ્હીએ ઇસ્લામાબાદ પર આરોપ લગાવ્યો હતો કે, આતંકવાદ પ્રવૃતીને પ્રોત્સાહન આપવાનું અને તાલીમ આપવાનું બંધ કરી ભારતની નિયંક્ષણ રેખામાં ઘુસણ ખોરી કરે નહી. પરંતુ પાકિસ્તાને આ આક્ષેપનો નકાર્યો હતો.