કૉનરેડ સંગમાંએ મેઘાલયના મુખ્યમંત્રી પદે લીધા શપથ
Live TV
-
પૂર્વોત્તરના રાજ્યોની ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરીને નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કૉનરેડ સંગમા મેઘાલયના નવા મુખ્યમંત્રી બની ગયા છે. ભાજપ સાથે સમર્થન બાદ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કૉનરેડ સંગમા મેઘાલયના નવા મુખ્યમંત્રી બન્યા છે. ભાજપના સમર્થન સાથે મેઘાલયના મુખ્યમંત્રી તરીકે મંગળવારે શપથ લીધા હતા. રવિવારે તેમણે રાજ્યપાલ ગંગાપ્રસાદ સાથે મુલાકાત કરીને સરકારની રચનાનો દાવો રજૂ કર્યો હતો અને રાજ્યપાલે કૉનરેડ સંગમાને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.
મેઘાલયના પૂર્વમંત્રી સંગમા લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી.એ.સંગમાના પુત્ર છે. તેઓ તે રાજ્યની તુરા લોકસભા સીટથી સાંસદ છે. કુલ 60 વિધાનસભા બેઠકો ધરાવતાં મેઘાલયમાં કોઇપણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી. કોંગ્રેસ 21 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે NPPને 19 અને ભાજપને 2 બેઠક મળી છે. UDPએ કીંગ મેકરની ભૂમિકા ભજવતા કૉનરાડ સંગમાની પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. કૉનરેડ સંગમાએ એમબીએ ફાઇનાન્સ કર્યું છે. 2008માં વિધાનસભામાં ચુંટાયા બાદ તેમને કેબિનેટ કક્ષામાં નાણા, પ્રવાસન અને પાવર વિભાગનો હવાલો સોંપાયો હતો. તેઓ સૌથી નાની ઉમરના નાણામંત્રી બન્યા હતા. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી લીધી છે.