નાગાલેન્ડમાં નેફ્ચુરીએ રાજ્યમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો
Live TV
-
નાગાલેન્ડમાં ચૂંટણી જીત્યા બાદ એનડીપીપી - બીજેપી ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નેફ્યુરીએ રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો રજૂ કર્યો
નાગાલેન્ડમાં એનડીપીપી - બીજેપી ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નેફ્યુરીએ રાજ્યમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. નેફ્યુરીઓએ કોહીમામાં રાજ્યપાલ વી. પી. આચાર્યની રાજભવનમાં મુલાકાત કરી બીજેપી, જનતા દળ યુનાઇટેડ અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો હતો. આ દરમિયાન નાગાલેન્ડના મુખ્યમંત્રી ટી. આર. ઝિન્યાએ પણ એનપીએફના નવા ચૂંટાયેલ ધારાસભ્યોની સાથે રાજ્યપાલની મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
રાજ્યપાલે ઝિન્યાને બહુમત સાબિત કરવા માટે ધારાસભ્યોનો સમર્થન પત્ર રજૂ કરવા જણાવ્યું. ત્રિપુરામાં માણેક સરકારે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. બીજેપી અને તેની ગઠબંધન સહયોગી ,આઈપીએફટીના નવા ચૂંટાયેલ ધારાસભ્યોની મંગળવારે બેઠક થશે. બેઠકમાં ધારાસભ્યોમાંથી નેતાની પસંદગી કરવામાં આવશે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ભારે મતોથી જીતી સત્તા પર આવેલ છે. પ્રદેશ બીજેપી અધ્યક્ષ બિપલવ દેવ રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે.