આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની પણ માંગ સાથે TDPનો હોબાળો
Live TV
-
પીએનબી કૌભાંડ અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ સાથે TDPના સાંસદોનો હોબાળો
સંસદની કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ વિપક્ષના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. PNB કૌભાંડને લઈ કોંગ્રેસ દ્વારા બન્ને ગૃહની કાર્યવાહી રોકવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે TDPના સાંસદોએ વેલમાં આવીને હોબાળો મચાવ્યો હતો.રાજ્યસભામાં TDPના સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદમાં ચર્ચાની માંગ કરી હતી. જેને સભાપતિ વેકૈંયા નાયડુએ માન્ય ગણી હતી અને કહ્યું કે, યોગ્ય સમય આપવામાં આવશે પરંતુ TDPના સાંસદોએ ત્વરીત ચર્ચાની માગ કરી હોબાળો મચાવ્યો હતો.બીજી તરફ સરકારનું લક્ષ સંસદમાં મહત્વપૂર્ણ બિલો પાસ કરાવવાનું છે. જેમાં ભાગેડુ આર્થિક ગુનેગાર બિલ, આર્થિક ગુનેગાર 2018 બિલ અને ટ્રીપલ તલાક બિલનો સમાવેશ થાય છે.આ તરફ વિપક્ષના ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ છે.
સંસદની કાર્યવાહીના પ્રારંભમાં લોકસભા અને રાજ્યસભના સ્વર્ગસ્થ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તો સિક્કીમથી SDFના નવા ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ, હિશે લાચુંગપાએ ગોપનીયતાના શપથ લીધા હતા.આ સાથે જિમાન્સ્ટીક વિશ્વ કપમાં મેડલ જીતનારી અરુણા રેડ્ડીને ,રાજ્યસભામાં તમામ સાંસદોએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે અન્ય ખેલાડીઓને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા.