સેન્સેક્સમાં 320 અંકનો ઉછાળો, નિફ્ટી 12,282.20 ની સપાટીએ બંધ
Live TV
-
ચીન દ્વારા અર્થતંત્રને તેજી આપવા લેવાયેલાં પગલાંના કારણે આર્થિક પરિસ્થિતિ સુધરવાની આશાએ એશિયન શૅરબજારોમાં લેવાલી...ભારતીય શૅરબજારોમાં પણ ઉત્સાહ.
ચીન દ્વારા અર્થ તંત્રને તેજી આપવા લેવાયેલા પગલાને કારણે ભારતના શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના લીધે સેન્સેક્સમાં 320 અંક અને નિફ્ટીમાં 99 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. ચીન દ્વારા અર્થતંત્રને તેજી આપવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. આ પગલાંના કારણે આર્થિક પરિસ્થિતિ સુધરવાની આશાએ એશિયન શૅરબજારોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેના લીધે ભારતીય શૅરબજારોમાં પણ ઉત્સાહ દેખાયો હતો.
જેના કારણે આજે મુંબઈ સ્ટોક એક્સચેન્જના સૂચકાંક સેન્સેક્સમાં 320 પોઈન્ટ 62 અંકનો ઊછાળો આવતા સેન્સેક્સ 41 હજાર 626 પોઈન્ટ 64 અંકની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી પણ 99 પોઈન્ટ 62 અંકના વધારા સાથે 12 હજાર 282 પોઈન્ટ 20 અંકની સપાટીએ બંધ રહ્યો હતો.