Skip to main content
Settings Settings for Dark

RBI એ રેપો રેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, હોમ લોન થશે સસ્તી 

Live TV

X
  • ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષની બીજી દ્વિમાસિક મુદ્રા નીતિની જાહેરાત કરી છે. રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટનો નવો દર ઘટીને 5.75 ટકા કરવામાં આવ્યો છે. 

    ભારતીય રિઝર્વ બેંકની છ સભ્યોની મુદ્રા નીતિ સમિતિએ આજે આ અંગે જાહેરાત કરી હતી. તેની પહેલા રેપો રેટ 6 ટકા હતો, જે હવે ઘટીને 5.75 ટકા થઈ ગયો છે. રિવર્સ રેપો રેટ 5.50 ટકા અને ઉધારની એમએસએફ પર વ્યાજ દર અને બેંક દર 6.0 ટકા કરાયો છે. 

    નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની બીજી ઇનિંગમાં આ પહેલી મૌદ્રીક સમીક્ષા બેઠક હતી. મોદી સરકારના બીજા કાર્યકાળમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પહેલી મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં એમપીસીની ત્રણ દિવસની બેઠક 4 જૂનથી શરૂ થઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply