Sensex : એશિયાઈ અને યુરોપીય બજારોમાં છવાયેલી મંદીના કારણે આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સવારે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો
Live TV
-
એશિયાઈ અને યુરોપીય બજારોમાં છવાયેલી મંદીના કારણે આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સવારે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે થોડીવારમાં જ શેર માર્કેટ ફરી ઉછાળા તરફ ગયુ હતું. સવારે 107.11 અંકના ઘટાડા સાથે 40,216.50 પર ખુલેલો સેન્સેક્સ સાંજે 21.47 અંકના ઉછાળા સાથે 40,345.08 પર બંધ થયો હતો. તો 32.85 અંકના ઘટાડા સાથે 11,875.30 ખુલેલો નિફ્ટી પણ સાંજે 5.30 અંકના સામાન્ય ઉછાળા સાથે 11,913.45 પર બંધ થયો હતો.