થિએટર ઓલમ્પીકનો થયો આરંભ
Live TV
-
8 એપ્રિલ સુધી દરરોજ નાટકોનું મંથન કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સંગીત નાટક અકાદમીના સહયોગથી તથા નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દ્વારા આયોજીત નાટ્ય યજ્ઞ સમાન આઠમાં થિએટર ઓલમ્પીક ગુજરાતને રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસેંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં નાટ્યક્ષેત્રે આ પ્રકારનું આયોજન થવું એ ગર્વની વાત છે. "ફ્લેગ ઓફ ફ્રેન્ડશીપ"ની થીમ પર આયોજીત થિએટર ઓલમ્પીકમાં ભાગ લેનાર દેશ વિદેશના તમામ કલાકારોનું શાબ્દીક સ્વાગ્ત કર્યું હતું. અમદાવાદ શહેરના ટાગોર હોલ ખાતે ૮મી એપ્રિલ સુધી ચાલનારા આ થિએટર ઓલમ્પીકમાં રોજ રાત્રે હીન્દી, રાજસ્થાની, તેલુગુ, ભોજપુરી, મરાઠી, કન્નડ, અસમીય અને જર્મની ભાષાના નાટકોનું મંચન કરવામાં આવશે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર, NSDના ચેરમેન અરૂણ દેવ ચારણ, જાણીતા કલાકાર મનોજ જોષી, ઉપરાંત શહેરના કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.