માધવ પુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ અને રૂકમણિના લગ્નની ઉજવણી
Live TV
-
પોરબંદર જિલ્લામાં આવેલા માધવ પુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ અને રૂકમણિના લગ્નની ઉજવણી સંદર્ભે પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમવાર ઉત્તર પૂર્વના રાજ્યો પણ ભાગ લઈ રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં આવેલા માધવ પુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ અને રૂકમણિના લગ્નની ઉજવણી સંદર્ભે પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમવાર ઉત્તર પૂર્વના રાજ્યો પણ ભાગ લઈ રહ્યા છે. આ ફેસ્ટીવલમાં 450 થી વધુ લોકકલાના કલાકારો અને 50થી વધુ શાસ્ત્રીય સંગીત, તથા નૃત્યના કલાકારો ભાગ લઈ રહ્યા છે, જેમાં પ્રખ્યાત નૃત્યાંગના પદ્મવિભૂષણ સોનલ માનસિંગ દ્વારા નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી. માધવ પુર ઘેડના મેળાના ભવ્ય આયોજનને કારણે સ્થાનિકો ફરી એકવાર ખરેખર શ્રીકૃષ્ણ લગ્નમાં સામેલ થયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. માધવ પુર ઘેડના મેળા અંગે વધુ માહિતી આપતા મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ પૂર્વોતર રાજ્યોથી ગુજરાતની ચિરંતન યાત્રાનો ઉત્સવ છે અને તેમાં આ મેળામાં મુખ્ય આકર્ષણ તરીકે ભારતભરના વિવિધ રાજ્યોના કળા-સાંસ્કૃતિક જૂથોને ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરવા માટે બોલવવામાં આવ્યા છે.