ફેસબુક પર લાઈવ આપી આમિર ખાને પાણી બચાવવા કરી અપીલ
Live TV
-
1 મેના રોજ આમિર ખાન કરશે મહાશ્રમદાન
ફેસબુક પર લાઈવ આપી અભિનેતા આમિર ખાને પાણી બચાવવા કરી અપીલ છે.મંગળવારે સાંજે એક જળમિત્ર તરીકે ફેસબુક પર આમિરે લાઈવ આપ્યુ..22 મિનિટ લાઈવ સ્પીચ આપ્યા બાદ આમિરે દેશમાં પાણીની સમસ્યા અને તેને બચાવવાના ઉપાયો વિશે પોતાની વાત રજૂ કરી હતી..તેમણે મહારાષ્ટ્રને કેન્દ્રમાં રાખી પાણી બચાવવા માટે દેશભરના લોકોને શ્રમદાન કરવા અપીલ કરી હતી..આમીરે કહ્યુ કે આપણે સાથે મળીને આ ઉમદા કાર્યને આગળ વધારી શકીશુ..બસ આપ આગળ આવો..આમિરે ચેટ દરમિયાન લોકોને અપીલ કરતા કહ્યુ કે આગામી 1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે દુષ્કાળ લડવા માટે તમે સૌ સાથે આવો..
ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે આમિર
પાણી ફાઉન્ડેશનની મદદથી દુષ્કાળની સમસ્યાને દૂર કરવા માટે આમિર ખાન મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાછલા ત્રણ વર્ષોથી કામ કરી રહ્યા છે..આમિરે તેની શરૂઆત મહારાષ્ટ્રના કટગુન ગામેથી કરી છે..આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી મહારાષ્ટ્રના 5,416 ગામોને જોડવામાં આવ્યા છે..આ માટે 20 હજારથી વધુ લોકોને ટ્રેનિંગ પણ આપવામાં આવી ચૂકી છે..આમિરે કહ્યુ કે આ અભિયાનમાં યુપી, બિહાર, ગુજરાત સહિત દેશભરના લોકો સામેલ થશે..