સમગ્ર માધવપુરનું વાતાવરણ કૃષ્ણઅને રૂકમણીમય બન્યું
Live TV
-
આજે શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહનો પ્રસંગ ઉજવાઇ રહ્યો છે. જેમાં બપોર બાદ ચાર વાગે માધવરાય મંદિરેથી નિકળેલી શોભાયાત્રા રૂકમણી મંદિર તરફ પ્રયાણ કરી રહી છે.
પોરબંદર જિલ્લામાં આવેલા માધવ પુર ઘેડ ખાતે આયોજિત પાંચ દિવસીય લોક મેળામાં ગઈકાલે ખાસ સમારંભ યોજાઈ ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં માધવપુર ખાતે મેળાનું મોટું આયોજન કરાયું છે. જેમાં ઉત્તર પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી , અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ , મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંઘ તથા આસામના નાયબ મુખ્યમંત્રી આ સાથે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશના રા્જ્યપાલ શ્રી કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા અને કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટીવલમાં 450 થી વધુ લોક કલાકારો એ , સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. લોકોએ ભારતની ભાતિગળ સાંસ્કૃતિની ઝલક નિહાળી હતી. આજે શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહનો પ્રસંગ ઉજવાઇ રહ્યો છે. જેમાં બપોર બાદ ચાર વાગે માધવરાય મંદિરેથી નિકળેલી શોભાયાત્રા રૂકમણી મંદિર તરફ પ્રયાણ કરી રહી છે. ધામધૂમપૂર્વક કૃષ્ણ રૂકમણીનો લગ્નોત્સવ યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઇ રહ્યાં છે. સમગ્ર માધવપુરનું વાતાવરણ કૃષ્ણઅને રૂકમણીમય બની ગયું છે.