દ્વારકામાં અગિયારસે રૂક્ષમણી વિવાહની પરંપરાગત કરાઈ ઉજવણી
Live TV
-
દર વર્ષે અગિયારસે દ્વારકામાં રૂક્ષમણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશનો ભવ્યાતીભવ્ય વરઘોડો નિકળ્યો હતો
દર વર્ષે અગિયારસે દ્વારકામાં રૂક્ષમણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશનો ભવ્યાતીભવ્ય વરઘોડો નિકળ્યો હતો. સમગ્ર દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ચૈત્રીસુદ અગિયારસે ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષમણીના વિવાહ યોજાયા છે. દ્વારકાધીશનો વરઘોડો દ્વારકાના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો.