બાંધમાંથી પાણી ન છોડાવાના કારણે ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી લગભગ મૃતઃપ્રાય થઈ ગઈ
Live TV
-
જે નર્મદાને માતા તરીકે આપણે પૂજીએ છીએ, જે નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે અને જે નર્મદાનાં નીર કચ્છની પાકિસ્તાન સરહદ સુધી પહોંચી જવાનોની તરસ છિપાવે છે તેમજ સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં પહોંચ્યાં છે
જે નર્મદાને માતા તરીકે આપણે પૂજીએ છીએ, જે નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે અને જે નર્મદાનાં નીર કચ્છની પાકિસ્તાન સરહદ સુધી પહોંચી જવાનોની તરસ છિપાવે છે તેમજ સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં પહોંચ્યાં છે તે નર્મદા ભરૂચ પાસે હવે સૂકાઈ રહી છે. નર્મદાની જળ સપાટી 105.59 મીટરે પહોંચી છે. છેલ્લા ચોવીસ કલાકમાં 4 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ બાંધમાંથી પાણી ન છોડાવાના કારણે ડાઉનસ્ટ્રીમમાં નદી લગભગ મૃતઃપ્રાય થઈ ગઈ છે. તેના કારણે ભરૂચનું જાણીતું પર્યટન સ્થળ કબીરવડની સ્થિતિ ખરાબ છે. નદીમાં પાણી નહીં હોવાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે.