ઉનાળાની શરૂઆત સાથે કચ્છમાં પાણીના પોકાર
Live TV
-
ઉનાળાની શરૂઆતની સાથે કચ્છમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. કચ્છ કલેક્ટર રેમ્યા મોહને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
ઉનાળાની શરૂઆતની સાથે કચ્છમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. કચ્છ કલેક્ટર રેમ્યા મોહને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આ વર્ષે મંજૂર થયેલા વિકાસના કામોની તેમજ વાસ્મો દ્વારા તૈયાર કરેલી યોજના અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં 88.4 લાખ, રૂપિયાના નવા કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લાની 112 શાળાઓમાં પાણીના કનેક્શન આપવાની ચર્ચા થઈ હતી, જેમાં સૌથી વિકટ સ્થિતિ રાપર તાબાની 75 શાળાઓની છે, જેમને વર્ષોથી પાણી પુરવઠા વિભાગ પાણી કનેક્શન આપી શકી નથી.