મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે ફીના મામલે સ્પષ્ટતા કરી
Live TV
-
શાળાઓમાં ફી વધારાને લઇને અસમંજસની સ્થિતી નિર્માણ થઇ હતી. ત્યારે હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે ફીના મામલે સ્પષ્ટતા કરી છે.
શાળાઓમાં ફી વધારાને લઇને અસમંજસની સ્થિતી નિર્માણ થઇ હતી. ત્યારે હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે ફીના મામલે સ્પષ્ટતા કરી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, શાળા સંચાલકો દ્વારા હાલમાં જે ફી નક્કી કરવામાં આવી છે તે પ્રોવિઝનલ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે. તે ચુકાદાને આધારે જ ફી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જો કોઇ શાળા સંચાલકો દ્વારા વધુ ફી લેવામાં આવી હશે તો સરકાર તેને પરત અપાવશે, વાલીઓને મુખ્યમંત્રીએ હૈયા ધારણ આપી હતી.