ગાંધીનગર સ્વર્ણીમ સંકુલના નર્મદા હોલ ખાતે સ્ટેટ ક્રેડિટ સેમિનાર 2018-19 યોજાયો
Live TV
-
ગાંધીનગર સ્વર્ણીમ સંકુલ એકમાં આવેલ નર્મદા હોલ ખાતે સ્ટેટ ક્રેડિટ સેમિનાર 2018-19 યોજાયો હતો.
ગાંધીનગર સ્વર્ણીમ સંકુલ એકમાં આવેલ નર્મદા હોલ ખાતે સ્ટેટ ક્રેડિટ સેમિનાર 2018-19 યોજાયો હતો. આ સેમિનારમાં ગ્રામિણ વિકાસમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભો કૃષિ પશુપાલન ક્ષેત્રો તેમજ ગ્રામિણ વિકાસ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી વિવિધ સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સહકાર, ગ્રામિણ વિકાસ અને પશુપાલન ડેરી ઉદ્યોગના વિકાસમાં નાબાર્ડનું મહત્વનું યોગદાન રહ્યું છે. રાજ્યના ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ યોજનામાં લોન આપી નાબાર્ડે સહકાર આપ્યો છે, જેના થકી ગુજરાત હરીયાળી ક્રાન્તી અને પશુપાલન ડેરી ઉદ્યોગમાં દેશમાં અને વિશ્વમાં નામના મેળવવામાં સફળ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાબાર્ડ બેંકનો રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે. નાબાર્ડની લોનનો મહત્તમ લાભ વિવિધ ક્ષેત્રના વિકાસ માટે મળતો રહ્યો છે.