જામનગર શહેરને પાણી પુરવઠો પૂરુ પાડતા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ
Live TV
-
જામનગર શહેરને પાણી પુરવઠો પૂરુ પાડતા ડેમ -રણજીત સાગર, સસોઈ અને ઉંડ-તેમ ત્રણેય બંધમાં પીવાના પાણીનો જથ્થો ઉનાળામાં જળવાઈ રહે તે હેતુસર આ બંધમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે
જામનગર શહેરને પાણી પુરવઠો પૂરુ પાડતા ડેમ -રણજીત સાગર, સસોઈ અને ઉંડ-તેમ ત્રણેય બંધમાં પીવાના પાણીનો જથ્થો ઉનાળામાં જળવાઈ રહે તે હેતુસર આ બંધમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે. પાણી ચોરી ના થાય તે જોવા અને અટકાવવા માટે ઉંડ અને સસોઈ બંધ પર S.R.P.જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડેમ પરથી ખેડૂતોના સિંચાઈ માટેના મશીનો હટાવી લેવામાં આવ્યા છે. નર્મદા બંધની જળ સપાટી ઘટતાં નર્મદા જિલ્લામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ થયું છે. કેનાલની સાથોસાથ ઈરીગેશન બાયપાસ ટનલમાંથી પણ સિંચાઈ માટે પાણી ચોરી ના થાય તે હેતુસર સશસ્ત્ર S.R.P.જવાનો ચોકી કરી રહ્યાં છે.