સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ જાહેર, લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવા અપીલ
Live TV
-
સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમીથી બચવા લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ત્રીજા દિવસે પણ હિટ વેવે, લોકોને ત્રસ્ત કરી દીધાં છે.
સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમીથી બચવા લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ત્રીજા દિવસે પણ હિટ વેવે, લોકોને ત્રસ્ત કરી દીધાં છે. કાળઝાળ ગરમીને કારણે, લોકો આકુળવ્યાકુળ થયાં હતાં. રાજકોટમાં ગરમી 40 અને અમદાવાદમાં 40.4 ગરમીનો પારો નોંધાવ્યો છે. ગઈકાલે રાજ્યના અન્ય દસ સ્થળોએ, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. શ્રમિકો વૃક્ષોના છાંયળા નીચે આરામ કરતાં જોવા મળી રહ્યા છે.