વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લેખિત જવાબ આપ્યો
Live TV
-
વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે , કૉંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત મુદ્દે પ્રશ્ન પૂછતા મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ લેખિત જવાબ આપ્યો હતો.
વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે , કૉંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત મુદ્દે પ્રશ્ન પૂછતા મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ લેખિત જવાબ આપ્યો હતો, કે છેલ્લાં બે વર્ષમાં રાજ્ય સરકારે આ અંગે કોઈ દરખાસ્ત કેન્દ્રને મોકલી નથી.
વિધાનસભામાં સરકારે કેગનો અહેવાલ રજૂ કર્યો હતો. તે અંગે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે, કે સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા સત્રના છેલ્લાં દિવસે જ કેગનો અહેવાલ રજૂ કરે છે. જેથી તેના પર ચર્ચા થઈ શકતી નથી. બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન શ્રી પ્રદીપસિંહ જાડેજાએ, અમદાવાદમાં ઇ-ચલણ ફરી શરૂ થશે તે અંગે માહિતી આપતા કહ્યું હતું, કે સીસીટીવી અપગ્રેડ કરાતાં 15 એપ્રિલથી ઇ-ચલણ ફરીથી શરૂ કરાશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈકાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી, કે જૂન 2018થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી, ગુજરાતી ફરજિયાત બનાવાશે.