માધવપુર લોકમેળામાં યોજાયા રંગારંગ કાર્યક્રમો, CMએ આપી હાજરી
Live TV
-
આ ફેસ્ટીવલમાં 450 થી વધુ લોક કલાકારોએ લીધો ભાગ
પોરબંદર જિલ્લામાં આવેલા માધવ પુર ઘેડ ખાતે , શ્રી કૃષ્ણ અને રૂકમણિના લગ્નની ઉજવણી સંદર્ભે , પાંચ દિવસીય લોક મેળાનો વિધિવત્ પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી , અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ , અને મણિપુરના મુખ્યમંત્રી તથા આસામના નાયબ મુખ્યમંત્રી , ગુજરાત અને અરૂણાચલ પ્રદેશના રા્જ્યપાલ શ્રી , તથા કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા અને ગૃહ રાજ્યમંત્રી , કિરણ રિજીજુ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટીવલમાં 450 થી વધુ લોક કલાકારો એ , સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. લોકોએ ભારતની ભાતિગળ સાંસ્કૃતિની ઝલક નિહાળી હતી