રાજકોટમાં પોલીસે મજૂરી કરતાં 25 બાળકોને મુક્ત કરાવ્યાં
Live TV
-
રાજકોટના કનકનગરમાં ઈમિટેશનના કારખાનામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસે સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખીને દરોડો પાડી 25 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.
રાજકોટના કનકનગરમાં ઈમિટેશનના કારખાનામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસે સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખીને દરોડો પાડી 25 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. આ બાળકોને મજૂરી કામ માટે પશ્ચિમ બંગાળથી લાવવામાં આવ્યાં હતાં. સમાજ સુરક્ષા વિભાગે કારખાના સંચાલક દિલીપ પટેલ, નૈમિષ પટેલ અને વિપુલ પટેલની અટકાયત કરીને થોરાળા પોલીસને સોંપ્યા હતા. આ કારખાનામાં બાળકો પાસે ગેસ કટરથી કામ લેવામાં આવ્યું હતું, જેથી બે બાળ મજૂરો કારખાનામાંથી નાસી છૂટ્યા હતા, જેઓ પશ્ચિમ બંગાળ જવા ભુલથી જૂનાગઢની ટ્રેનમાં બેસી ગયા હતા, જ્યાં જુનાગઢ રેલવે પોલીસની નજરે ચઢતા સમગ્ર વિગતો બહાર આવી હતી.