Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં પહેલીવાર કેન્સરગ્રસ્ત વોરિયર્સ ગરબાની તાલે ઝૂમ્યા, જાગૃતિ ફેલાવવા કરાયું ભવ્ય આયોજન

Live TV

X
  • પ્રથમ વખત કેન્સરગ્રસ્ત વોરીયર્સ ગરબે રમ્યા હતા. કેન્સર ક્લબ ફાઉન્ડેશન અને યુવી ક્લબના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગે જાગૃતિ કેળવવા અને કેન્સરના દર્દીઓની હિંમત વધારવા માટે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કર્યું હતું.

    રાજકોટ સહિત ગુજરાતભરમાંથી કેન્સરગ્રસ્ત અને તેમાંથી સાજા થયેલા દર્દીઓ દુઃખ-દર્દ ભૂલીને ગરબે ઘુમ્યા હતા. સાથે સાથે કેન્સરગ્રસ્ત દર્દીનો પરિવાર પણ આ કાર્યક્રમમાં સામેલ થયો હતો.આ ગરબાનું આયોજન  કેન્સર ક્લબ ફાઉન્ડેશન અને યુવી ક્લબના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગે જાગૃતિ કેળવવા અને કેન્સરના દર્દીઓની હિંમત વધારવા માટે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરાયું હતું. બુધવારે કેન્સરના દર્દીઓએ દર્દને ભૂલીને કેન્સરને હરાવવાના સંકલ્પ સાથે ગરબા રમ્યા હતા. ગરબાની સાથે સાથે કેન્સરના દર્દીઓમાં માતાજી નવી શક્તિ અને ઊર્જાનો સંચય કરે તેના માટે 108 દીકરીઓએ દેવી કવચના પાઠનું પણ પઠન કર્યું હતું. 

    ગરબાની સાથે નાટકનું પણ આયોજન કરાયું

    ગરબાની સાથે કેન્સર અંગે જાગૃતિ કેળવવા માટે એક નાટકનું પણ આયોજન કરાયું હતું. કેન્સરના દર્દીઓની હિંમત વધારવા કરાયેલા આ આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી કેન્સરગ્રસ્ત દર્દીઓ અને તેમનો પરિવાર આવ્યો હતો.  એકસાથે આટલા બધા કેન્સર વોરિયર્સ એકઠા થયા છે જે તમામ એક સરખી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. બધાને એકબીજામાંથી પ્રેરણા મળી રહે છે અને અન્યને પણ પ્રેરણા આપી શકે છે. તેમાંથી એક કેન્સર વોરિયર્સે કહ્યું કે, ગરબાનું આયોજન ઈમોશનલ મોમેન્ટ છે. અમારા જેવા લોકોને આજે પ્લેટફોર્મ મળે છે જેથી અમને પણ ખુબ મજા આવે છે. લોકોને દિલથી જિંદગી જીવવા માટે હું સંદેશો આપવા માંગુ છું.

    તેમણે આગળ કહ્યું કે, નાની-નાની વાતમાં ફરિયાદ ન કરવી જોઈએ. જિંદગી દિલથી જીવવી જોઈએ તેને માણવી જોઈએ. કારણ કે, ભગવાને આપેલ સ્વસ્થ શરીર એ એક મોટી કુદરતની દેન છે. બીજી તરફ, બહારગામથી આવતા પરિવારજનો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કેન્સર ક્લબ ફાઉન્ડેશને કરી હતી. કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે એક દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મેમોગ્રાફી ટેસ્ટ માટેના ગિફ્ટ વાઉચર પણ ગ્રીવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply