પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
Live TV
-
વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૬મી જન્મજયંતિ નિમીત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૬મી જન્મજયંતિ નિમીત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવી ખાતે થયો હતો, તેમનું પ્રારંભિક શિક્ષણ માંડવી તથા ભૂજ ખાતે, ઉચ્ચ શિક્ષણ મુંબઈ માંથી મેળવી, ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર થયા હતા. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભારત પાછા ફરી જહાલપક્ષી રાજકારણમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ ઈગ્લેન્ડ વસવાટ માટે ગયા અને ત્યાં વર્ષ ૧૯૦૫માં ઈન્ડિયન સોશિયાલિસ્ટ પત્ર શરૂ કરી ઇંગ્લેન્ડ હોમરૂલ લીગની સ્થાપના કરી હતી. તેમણે ભારતથી ઇંગ્લેન્ડમાં અભ્યાસાર્થે જનાર વિદ્યાર્થીઓને રહેવાની સગવડ માટે ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી.વધુમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, તેમના અસ્થીઓને ભારતમાં લઈ જવામાં આવે. તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને જિનીવા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું. આ વેળાએ ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડ્યા, વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા