નર્મદામાં આજે પંચવર્ષીય યોજનાનું લોન્ચિંગ
Live TV
-
કેન્દ્રિય કાપડ અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની નર્મદા જિલ્લાને નીતિ આયોગની ખાસ યોજનામાં કર્યો સમાવેશ.
આજે કેન્દ્રિય કાપડ અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ભારતના 115 જેટલા પછાત જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછાત જિલ્લાઓનાં વિકાસ માટે કેન્દ્રીય નીતિ આયોગની ખાસ યોજના અમલમાં મુકી છે. ટ્રાન્સફોર્મેશન્સ ઓફ એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાનાં પંચવર્ષીય યોજના પર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક બંધબારણે યોજવામાં આવી હતી. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની બપોરના સમયે આજ વિષય પર જિલ્લાનાં પદાધિકારીઓ અને સરપંચોની હાજરીમાં યોજાનાર સંમેલનમાં પંચવર્ષીય યોજનાનું લોન્ચિંગ કર્યુ હતું.