શિક્ષિત અને દિક્ષીત નાગરીકો જ રાજ્યના વિકાસનુ વહન કરશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાઈ શકે તેવા દરથી ઉચ્ચ શિક્ષણ પુરું પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
રાજકોટના જેતપુર તાલુકાના સાંકળી ગામ ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતના શિક્ષિત અને દિક્ષીત નાગરીકો જ રાજ્યના વિકાસનુ વહન કરશે. સાથે તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના જોડીયા ખાતે ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો 100 MLD ક્ષમતા વાળો વોટરલ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોસાઈ શકે તેવા દરથી ઉચ્ચ શિક્ષણ પુરું પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. ગુજરાત સરકાર ખેડૂતોના પડખે છે તેવી હૈયાધારણા પાઠવતા તેમણે કહ્યું કે, ખેડૂતોને સરકાર તરફથી જરૂરી પાણી આપવામાં આવશે. આ પ્રસંગે અન્ન-પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી જશુબેન બારોટ, રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડે ઉપરાંત તોરણીયાના રાજેન્દ્રબાપુ, છારોડીના માધવપ્રિય સ્વામી સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી.