રાજપીપળાની કૉલેજમાં મૂકાયું સેનેટરી પેડનું મશીન, વિદ્યાર્થિનીઓએ સુરક્ષા અનુભવી
Live TV
-
આ મશીનથી વિદ્યાર્થિનીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થિનીઓએ કોલેજનો ખૂબ આભાર માન્યો હતો. ઉપરાંત શાળામાં વપરાયેલા પેડને બાળીને નાશ કરી શકાય તેના માટેનું પણ મશીન મૂકવામાં આવ્યું છે.
નર્મદાના રાજપીપળા શહેરની કોલેજમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન ATM મશીન મુકવામાં આવ્યું છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને માત્ર 2 રૂપિયામાં નેપકીન મળી શકે તે માટે આ મશીન મૂકવામાં આવ્યું છે. પિરિયડ દરમ્યાન પણ ભણતર ન બગડે એ માટે એક જાગૃતિ સાથે કોલેજના આચાર્ય એ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
રાજપીપળામાં આવેલ એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલજ માં 2500 થી વધુ સ્ટુડન્ટો છે જેમાં 1300 જેટલી વિધાર્થિનીઓ છે. મોટાભાગની વિદ્યાર્થિનીઓ આજુબાજુના આદિવાસી ગામોમાંથી ભણવા માટે આવે છે.
પિરિયડ દરમ્યાન ભણતરને અસર ન થાય તે માટે આ સમસ્યાના નિકાલ માટે કોલેજના પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા એ એક એજન્સીનો સંપર્ક કરીને તેમની સાથે ટાએપ કરી કેન્દ્ર સરકારના ભારતીય રેલ વિત્ત નિગમ લિમિટેડના ફંડ દ્વારા એમ.પી.કોન સંસ્થા દ્વારા એક ATM પેડ મશીન લગાવવામાં આવ્યું. આ મશીનમાં માત્ર 2 રૂપિયાનો સિક્કો નાખી પેડ મેળવી શકાય છે.