જુઓ નડિયાદમાં સંતરામ મંદિરમાં સાકરવર્ષાના અદભૂત દ્રશ્યો
Live TV
-
હૈયેહૈયુ દળાય એટલું માનવમહેરામણ
નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો.નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગઈકાલથી 189 વર્ષ પૂર્વે શ્રી સંતરામ મહારાજે મંદિરના પ્રાંગણમાં સમાધિ લેતા અગાઉ શુધ્ધ ઘીના બે દીવા તૈયાર રાખવાનું ભક્તોને કહ્યું હતું. શ્રી સંતરામ મહારાજે જીવતા સમાધિ લીધી ત્યારે આકાશમાંથી સાકર અને પુષ્પવર્ષા થઇ હતી અને પૂજ્યશ્રીના ભ્રમરંગમાંથી પ્રાણ છૂટ્યાં ત્યારે તૈયાર રાખેલાં ઘીના બે દીવડાંની જ્યોત ઝળહળી ઉઠી હતી. દીવા આપોઆપ પ્રગટી ઉઠ્યાં હતા. જે જ્યોતની હાલમાં પણ પૂજા કરવામાં આવે છે આજે યોજાયેલ સાકર વર્ષાના પ્રસંગે મંદિર પરિસરમાં 3 હજાર મણ સાકરની વર્ષા કરવામાં આવી હતી..આ મહોત્સવ દરમિયાન વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઈ, ખેડાના કલેક્ટર આઈ કે પટેલ ,ડીડીઓ ગઢવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ મહોત્સવ બાદ સૌ નડિયાદ શહેરમાં વિવિધ જગ્યાએ બનાવાયેલા વિવિધ ચકડોળો નો આનંદ લે છે.
નિર્ગુણદાસ મહારાજે આ વિશે જણાવ્યું હતું કે, સંતરામ મહારાજે મહાસુદ પૂનમે આ જ સમયે ગાયો પરત આવે ત્યારે જીવિત સમાધિ લીધી હતી. પ્રાણ જવાથી બે દીવા પ્રગટશે, એમના કહ્યા પ્રમાણે જ્યોતની માનતા રાખે છે. દરવખતે ત્રણ લાખ લોકો દર્શન કરતા હોય છે. સંતરામ મહારાજે જ્યારે સમાધી લીધી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ હતી અને 3 હજાર મણ સાકર વર્ષા કરવામાં આવશે.નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે મંદિરની બહાર 2 કિલોમીટર લાંબો લોકમેળો પણ યોજાતો હોય છે. ચાલુ વર્ષે મેળાને પગલે 4 પીઆઇ, 15 પીએસઆઇ તથાસ 150થી વધુ પોલીસ જવાનો ખડેપગે સેવા બજાવી રહ્યા છે.
પુનમના પગલે વહેલી સવારે 3 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી . જ્યારે 4 વાગે તિલક દર્શન, 5 વાગે મંદિરના દ્વાર ખૂલ્યા હતા.. જ્યારે રાતે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ... પુનમ હોવાથી નડિયાદ શહેર સહિત દેશ વિદેશથી આવેલા ભક્તો મેળાનો પણ આનંદ માણતા જોવા મળ્યા હતા. આ મેળો ત્રણ દિવસ સુધી ચાલનાર છે.. જેના પગલે ટ્રાફિકને ડાર્યવર્ઝન આપવામાં આવ્યું છે.સમગ્ર વિશ્વ ભરમાં શ્રી સંતરામ ભક્તો મહાઆરતી અને સાકાર વર્ષાની રાહ જોઈ રહ્યું છે. તે મહાસુદ પૂનમ એટલે શ્રી સંતરામ મંદિર, નડિયાદમાં પ્રાત સ્મરણીય પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજનો 189માં સમાધિ મહોત્સવ,પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજે 189 વર્ષ અગાઉ જીવિત સમાધિ લીધી ત્યારથી પ્રતિવર્ષ સમાધી મહોત્સવની ઉજવણી થાય છે.