Skip to main content
Settings Settings for Dark

પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મના પ્રતિબંધ પર દખલ દેવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના રિલીઝ પર ચૂંટણી આયોગના પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ફિલ્મના પ્રતિબંધ પર દખલ કરવાનો ઈનકાર કરી દીધો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના રિલીઝ પર ચૂંટણી આયોગના પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ફિલ્મના પ્રતિબંધ પર દખલ કરવાનો ઈનકાર કરી દીધો. ચૂંટણી પંચે 22 એપ્રિલે પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમને સોંપી દીધો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની પીઠે ચૂંટણી પંચ દ્વારા ફિલ્મ જોયા બાદ આપવામાં આવેલા રિપોર્ટ પર વિચાર કર્યો. ન્યાયાલયે આદેશ કર્યો કે ચૂંટણી પંચનો રિપોર્ટ  ફિલ્મ નિર્માતા સંદીપ વિનોદ કુમાર સિંહને આપી દેવામાં આવે.  

    શ્રી સિંહના વકીલ મુકુલ રોહતગીએ આ રિપોર્ટ આપવાની વિનંતી કરી હતી. સિંહની આ અરજી પર સુનાવણી કરતા ન્યાયાલયે કહ્યું હતું કે ચૂંટણી પંચ ફિલ્મ જોયા બાદ પોતાના નિર્ણય પર વિચાર કરે અને રિપોર્ટ સોંપે. ફિલ્મ નિર્માતાઓએ દલીલ આપી હતી કે ચૂંટણી પંચના આદેશથી અભિવ્યક્તિની સ્વતંત્રતાના તેના મૌલિક અધિકારનો ભંગ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply