Skip to main content
Settings Settings for Dark

66મો નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી ચુકેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું 10મી ઓક્ટોબરે ટ્રેલર થયું લોન્ચ

Live TV

X
  • 66મો નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી ચુકેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું 10મી ઓક્ટોબરે ટ્રેઈલર લોન્ચ થયું હતું. આ પ્રસંગે ફિલ્મના દરેક કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ નેશનલ એવોર્ડ મેળવી ચુકી છે. જેને લઈને ફિલ્મના કલાકારોમાં જોશનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવતી આ ફિલ્મમાં 13 અભિનેત્રીઓએ કામ કર્યું છે. જે તમામને સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ પણ મળેલો છે. એક અનોખા વિષય પર બનેલી આ ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસર આશિષ પટેલે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં સ્ત્રીઓના માન-સન્માનની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ સીંગ સાઉન્ડ ફિલ્મ છે જેમાં કોઈ પ્રકારનું ડબિંગ થયું નથી. હેલ્લારો ફિલ્મમાં ગરબા અને ડ્રામા પણ જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply