અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અપાયા ગ્રોથ એમ્બેસેડર એવોર્ડ
Live TV
-
ક્રેડાઈ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે ગ્રોથ એમ્બેસેડર સમિટ 2019નું આયોજન કરાયું હતું.
ક્રેડાઈ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે ગ્રોથ એમ્બેસેડર સમિટ 2019નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યના બાંધકામ ક્ષેત્રના વિકાસમાં અગ્રેસર એવી વિવિધ સેક્ટરની કંપનીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગ્રોથ એમ્બેસેડર એવોર્ડ અપાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંધકામ સેક્ટરને મદદરૂપ થઈ શકે તેવા કોમન જીડીસીઆરને આખરી ઓપ આપી દિધો હોવાની જાહેરાત કરી હતી. સાથે સાથે જીડીસીઆરમાં બાંધકામ ક્ષેત્રે મદદરૂપ થઈ શકે તેવા એફએસઆઇ, હાઈ રાઇઝ બિલ્ડિંગ, આઇકોનિક બિલ્ડીંગ વગેરે અંગે પણ પગલાં લેવાયાની જાહેરાત કરી હતી.
ગુજરાતને પણ વિશ્વના શહેરો જેવા આઇકોનિક બિલ્ડીંગ મળી રહે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવાં મેગાસિટીમાં સ્પેશિયલ મંજૂરી આપવાની તથા છૂટછાટ આપવાની પણ જાહેરાત કરી હતી અને ગુજરાતમાં પણ સ્કાય લાઇન બિલ્ડિંગ બને તેવી નેમ વ્યક્ત કરી હતી આ નિર્ણયને 3000 કરતાં પણ વધારે બાંધકામ ક્ષેત્રના પ્રતિનિધિઓએ વધાવી લીધો હતો. આ પ્રસંગે સંસ્થા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મંત્રીઓ સૌરભ પટેલ, કૌશિક પટેલનું પણ એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યું હતું