દૂરદર્શનના પિજ કેન્દ્રના પ્રથમ મહિલા એનાઉન્સર શોભા મોદીનું નિધન
Live TV
-
શોભા મોદીનું 71 વર્ષની ઉમરે અમદાવાદ ખાતે થયું નિધન
દૂરદર્શનના પ્રથમ રૂરલ ટ્રાન્સમીટર પિજ કેન્દ્રના પ્રથમ મહિલા એનાઉન્સર શોભા મોદીનું 71 વર્ષની ઉમરે અમદાવાદ ખાતે નિધન થયું છે. શોભા મોદી ડેકુ-ઈસરોના પણ પ્રથમ એનાઉન્સર તરીકે રહી ચૂક્યા હતા.
શોભા મોદીએ આકાશવાણી અમદાવાદના એનાઉન્સર તરીકે શરૂઆત કર્યા બાદ રૂરલ ટ્રાન્સમીટર પિજ ખાતે તેમની ગુજરાતનાં પ્રથમ મહિલા એનાઉન્સર તરીકે પસંદગી થઈ હતી. તેમના આકર્ષક વ્યક્તિત્વ અને સુંદર અવાજના કારણે રૂરલ ટ્રાન્સમીટર કેન્દ્ર પિજના દર્શકો તેમના કાર્યક્રમોની આતુરતાપૂર્વક રાહ જોતાં હતા. તેઓના કાર્યક્રમોમાં ખાસ કરીને મહિલાઓને લગતા કાર્યક્રમોનું એનાઉન્સિંગ કરતાં હતા અને તેમણે પ્રોગ્રામો પણ બનાવ્યા હતા.